World Public Library

Shastriji Maharaj (Gujarati Edition) : Life-Sketch of Brahmaswarup Shastriji Maharaj, Volume 2,000 (Total Copies: 1,24,000)

Kishore M. Dave

Abstract

મહારાજ અને સ્વામીને આ પૃથ્વી ઉપર પ્રગટ થવાનો હેતુ જો કોઈએ પણ જગજાહેર કર્યો હોય તો એ શાસ્ત્રીજી મહારાજે. શુદ્ધ ઉપાસના પ્રવર્તાવી શાસ્ત્રીજી મહારાજે લાખો મુમુક્ષુઓને માટે આત્યંતિક મુક્તિનો માર્ગ ખુલ્લો મૂકી આપ્યો. એમના દિવ્ય જીવનના અનેક પ્રસંગો મુમુક્ષુઓને દૃઢ નિષ્ઠા અને ભક્તિ પ્રેરનારા છે, તેમજ અક્ષરપુરુષોત્તમ સંપ્રદાયનો સાચો ઇતિહાસ સમજાવનારા છે. આ યુવકપ્રવૃત્તિમાં જોડાતા યુવકોની આકાંક્ષાઓ અને જ્ઞાનપિપાસાને સંતોષવા અને તેમને ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલ અક્ષરપુરુષોત્તમના સિદ્ધાંત અભિમુખ કરવા બી.એ.પી.એસ. એટલે કે બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાએ અભ્યાસક્રમ નિયત કરેલ છે, તેની ક્રમબદ્ધ પુસ્તિકાઓના પ્રકાશનની યોજના સ્વામિનારાયણ અક્ષરપીઠે ઘડી છે.

Read this work at the World Public Library (library card needed).