World Public Library

કિશોર સત્સંગ પ્રારંભ : પ્રમુખસ્વામી મહારાજ દ્વારા પ્રેરિત સત્સંગ શિક્ષણ શ્રેણીનું પાઠ્યપુસ્તક: 1, Volume 1,77,000

કિશોર મ. દવે, HH Pramukh Swami Maharaj

2024

Abstract

બ્રહ્મસ્વરૂપ સ્વામીશ્રી યોગીજી મહારાજે સ્થાપેલી અને પોષેલી યુવકપ્રવૃત્તિ ઘણા વેગથી વિસ્તાર પામતી જાય છે. આ યુવકપ્રવૃત્તિમાં જોડાતા યુવકોની આકાંક્ષાઓ અને જ્ઞાનપિપાસાને સંતોષવા અને તેમને ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલ અક્ષરપુરુષોત્તમના સિદ્ધાંત અભિમુખ કરવા બી.એ.પી.એસ. એટલે કે બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાએ અભ્યાસક્રમ નિયત કરેલ છે તેની ક્રમબદ્ધ પુસ્તિકાઓના પ્રકાશનની યોજના સ્વામિનારાયણ અક્ષરપીઠે ઘડી છે. આ પુસ્તિકાઓ દ્વારા પાઠશાળા ધોરણે સત્સંગનાં બાળકો તથા યુવકોને વ્યવસ્થિત એકધારું અને શુદ્ધ જ્ઞાન સરળ ભાષામાં આપવાનું વિચાર્યું છે. ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલ આદર્શોના પાલન અને પ્રચાર માટે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સ્થાપેલ આ સંસ્થા, આ પ્રવૃત્તિ દ્વારા એ આદર્શોનો, સંપ્રદાયની એ ભવ્ય પ્રણાલીનો અને તે દ્વારા મહાન હિંદુ ધર્મની સંસ્કૃતિનો પ્રચાર કરશે. સ્વામિનારાયણ ભગવાનનો એ દિવ્ય સંદેશ જગતને ખૂણે ખૂણે પહોંચાડવાની આ પ્રવૃત્તિની નેમ છે. જુદી જુદી ભાષાઓમાં આ પુસ્તિકાઓનું પ્રકાશન થાય તે માટે યોજના ઘડી છે. આશા છે કે સંપ્રદાયના અને સંપ્રદાયેતર સૌ ધર્મપ્રેમી મુમુક્ષુઓ આ પ્રવૃત્તિને આવકારશે અને તેમાં તન, મન અને ધનથી સંપૂર્ણ સહયોગ આપશે. બાળકો તથા યુવકોને પ્રોત્સાહિત કરવા આ પુસ્તિકાઓને આધારે પરીક્ષાઓ લઈ તેમને પ્રમાણપત્રો આપવામાં આવશે. આ પુસ્તિકા તૈયાર કરવામાં ઈશ્વરચરણ સ્વામી, રમેશભાઈ દવે તથા કિશોરભાઈ દવે તથા જેમણે સહકાર આપ્યો છે તે સૌને રૂડા આશીર્વાદ છે.

Read this work at the World Public Library (library card needed).