World Public Library

Short Biography Ofkrantiguru Pandit Shyamaji Krishnavarma- ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા- સંક્ષિપ્ત જીવન ચરિત્ર : ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા- સંક્ષિપ્ત જીવન ચરિત્ર

Hemantkumar Gajanan Padhya

2007

Abstract

પ્રસ્તાવના ભારતને સ્વતંત્ર કરાવવા માટે અહિંસાત્મક આંદોલન અને ગાંધીજીને જ સંપૂર્ણ શ્રેય અને માન આપવાનાં ભારતીય સ્વતંત્રતાનાં ઈતિહાસનાં રાજનીતિથી પ્રભાવિત અને પ્રેરીત મોટાંભાગનાં ઈતિહાસકારોની આ એક મહામોટી અક્ષમ્ય ભૂલ છે. ભારતને બ્રિટીશ સામ્રાજ્યની પરતંત્રતા અને દમનમાંથી મૂક્ત કરાવવાનાં અભિયાનમાં સશસ્ત્રક્રાંતિનાં હિંસાત્મક આંદોલનની મુખ્ય ભૂમિકાએ ભજવેલ અગત્યનો ભાગ વધુ નહિ તો પણ સરખે સરખો ભાગીદાર છે. ભારતની સ્વતંત્રતા પ્રાપ્તિનાં મહાઅભિયાનમાં લાખ્ખો નામી અને અનામી ભારતીય વીરો અને વીરાંગનાઓએ પોતાનાં પ્રાણની આહૂતિ અર્પણ કરી હતી. ભારતની સ્વતંત્રતા એ અહિંસાત્મક આંદોલન અને હિંસાત્મક લોહિયાળ ક્રાંતિનાં યોગદાનનાં સમન્વયનું મહાફળ છે આથી યશની કલગી ફક્ત અહિંસાત્મક આંદોલનવાદી ગાંધીજી અને તેમનાં ગણ્યાં ગાંઠ્યાં એક બે નેતાઓને જ માથે પહેરાવવી એ અયોગ્ય, અવાસ્તવિક અને ભેદભાવી છે. ભારતની સ્વતંત્રતા બાદ સુભાષચન્દ્ર બોઝ, રાસબિહારી, અરવિંદ ઘોષ, ભગતસિંઘ, સરદાર પટેલ, લોકમાન્ય તિળક, બાઘા જતિન મુખર્જી જેવાં તેમજ અનેક બંગાળી અને અન્ય પ્રાંતનાં ક્રાંતિકારી નેતાઓ તેમજ પરદેશમાં રહી ક્રાંતિકારી ચળવળ ચલાવનારાં ઈન્ડિયન હોમરૂલ સોસાયટીનાં નેતા પંડિત શ્યામજી કૃષ્ણવર્મા અને તેનાં સાથીદારો તેમજ ગદ્દર ચળવળનાં પંજાબી નેતાઓની અવગણના અને ઉપેક્ષા કરી સમતુલ્ય બહુમાન ન આપવાનું અને તેમનાં નામ અને કાર્યોને ભારતની સ્વતંત્રતાનાં ઈતિહાસમાં યોગ્ય સ્થાન ન આપવાનું રાજકીય શડયંત્ર ખેલવામાં આવ્યું છે. સાત દાયકાથી ચાલતાં આ શડયંત્રની જાળને તોડી અન્ય સ્વાતંત્ર્યવીરોને સન્માન, મોભ્ભો અને ભારતનાં ઈતિહાસમાં તેમને સુયોગ્ય સ્થાન અપાવાનો સમય હવે પરિપક્વ થઈ ગયો છે. ઓગણીશમી સદીમાં ભારતની સ્વતંત્રતાની માંગણીનો મહાનાદ ગુંજાવનાર અને જનજાગૃતિને ભડકાવનાર સર્વપ્રથમ ગુજરાતી ભારતીય મોહનદાસ કરમચંદ ગાંધી નહિં પરંતુ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા હતાં. ભારતને બ્રિટીશ સામ્રાજ્યની પરતંત્રતામાંથી મુક્ત કરી સંપુર્ણ સ્વતંત્રતા અપાવવાના અભિયાનમાં ગાંધીજીનું યોગદાન પણ ગણના પાત્ર છે પરંતુ એ વાત જાણીને ઘણાંને આશ્ચર્ય થશે કે પંડીત શ્યામજી કૃષ્ણવર્માનું યોગદાન ગાંધીજીનાં યોગદાન કરતાં અત્યંત અધિક અને વિશેષ મહત્વપુર્ણ હતું કારણકે પંડિત શ્યામજીએ ગાંધીજી કરતાં ૨૦ વર્ષ પહેલાં ભારતને સ્વતંત્ર કરવાની ચળવળ બ્રિટીશ શત્રુઓનાં ઘર આંગણે એમનાં સામ્રાજ્યની રાજધાની લંડનમાં શર

Read this work at the World Public Library (library card needed).